Navaratri 2024

Navaratri 2024: નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ, પારંપરિક વસ્ત્રોમાં રહેશે SHE TEAM તત્પર- વાંચો વિગત

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ Navaratri 2024: નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકોએ નવરાત્રીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સામાન્ય નાગરિકની સાથે અમદાવાદ પોલીસે પણ અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસે મહિલા સુરક્ષા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.

નવરાત્રીમાં મહિલાઓ સાથે છેડતી ન થાય અને ગરબા રમવા જતી વખતે તેમને કોઈ ભય ન રહે તે માટે અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આજુબાજુના ડાર્ક સ્પોટ પર ફરજિયાતપણે લાઈટો લગાવવાથી લઈને દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવાની સૂચના આપી દીધી છે. નવરાત્રી દરમિયાન શી ટીમ (SHE TEAM) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી અને મહિલાઓની છેડતી કરનાર અસમાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે.

આ પણ વાંચોઃ ST Employees: ગુજરાતના ST કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં વધારો- વાંચો વિગત

અમદાવાદ પોલીસ શહેરના તમામ પાર્ટી પ્લોટ, શેરી ગરબા તેમજ અન્ય જગ્યા જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેનું લિસ્ટ બનાવીને તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા અને લાઈટો માટે ફરજ પાડી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદથી ગરબા દરમિયાન ખાસ બંદોબસ્તનું આયોજન કરશે. આ દરમિયાન જે પણ રોમિયોગીરી કરતું ઝડપાયું તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રીના બંદોબસ્તને લઈને મહિલા પોલીસ સ્ટેશનના એસપી હિમાલા જોષીએ જણાવ્યું કે, ‘પાર્ટી પ્લોટ અને દુકાનો સિવાય સિગ્નલ, ચાર રસ્તા સહિત મુખ્ય માર્ગો અને અંદરના ગલીવાળા માર્ગ ઉપર પણ સીસીટીવીથી ચાંપતી નજર રાખવામાંઆવશે.

આ પણ વાંચોઃ Tirupati Prasad Report: તિરુપતિના પ્રસાદમાં મટન ટેલો, ફિશ ઓઇલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ, CM નાયડુના આરોપ બાદ થઇ હતી તપાસ