Rishabh Pant Injury

Rishabh Pant Injury: પગમાં ઈજા છતાં રિષભ પંત ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા ઉતરશે, BCCIએ આપી જાણકારી

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 જુલાઇઃ Rishabh Pant Injury: પગમાં ઈજા છતાં રિષભ પંત ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં બેટિંગ કરવતા ઉતરશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તેને લઈને 24 જુલાઈના રોજ મોટી અપડેટ આપી છે. બીસીસીઆઈનું કહેવું છે કે, રિષભ પંત ટીમ સાથે બીજા દિવસની રમતમાં જોડાઈ ચૂક્યો છે અને જરૂર પડશે તો બેટિંગ પણ કરશે. જો કે બીસીસીઆઈ એ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, તે આ મેચમાં વિકેટકીપિંગ નહીં કરે. વિકેટકીપિંગની જવાબદારી ધ્રૂજ જુરેલને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Bullet Train Project Update: ભારતમાં વર્ષોથી રાહ જોઈ રહેલા બુલેટ ટ્રેન મુદ્દે સરકારે આપી જાણકારી- વાંચો વિગત

BCCI તરફથી કહેવામાં આવ્યું છે કે, રિષભ પંતને માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે પગમાં ઇજા થઈ હતી. એટલા માટે તે હવે ટેસ્ટ મેચમાં વિકેટકીપિંગ નહીં કરે. તેની જગ્યાએ ધ્રૂવ જુરેલને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી છે. ઈજા છતાં રિષભ પંત બીજા દિવસે ટીમ સાથે જોડાયો છે અને જરૂર પડશે તો બેટિંગ માટે પણ ઉપલબ્ધ રહેશે.

રિષભ પંતને માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી. પંત ફાસ્ટ બોલર ક્રિસ વોક્સનો બોલ રમવા જતાં ઈજાગ્રસ્ત થયો હતો. બોલ તેના જમણા પગના આંગુઠા પર લાગ્યો હતો, જેના કારણે તેના પગમાં સોજો આવી ગયો હતો. ફિઝિયોએ પંતની સારવાર કરી, પરંતુ તે ઊભા રહેવાની સ્થિતિમાં નહોતો. એવામાં તેને એમ્બ્યુલન્સ દ્વારા મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. પંત 37 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો.

આ પણ વાંચોઃ Russia plane crash: રશિયાનું પ્લેન ચીન સરહદ નજીક ક્રેશ થયુ, સવાર તમામ 49 લોકોના મોત થયા હોવાનો અહેવાલ- વાંચો વિગત