હેલ્થ ડેસ્ક, 05 ડિસેમ્બરઃ Reduce belly fat: પેટની ચરબી વધવાથી શરીરની સુંદરતા તો ઘટે જ છે, પરંતુ તે હેલ્થ માટે પણ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સ્થૂળતા ઘણા ગંભીર રોગોને જન્મ આપી શકે છે. શિયાળાની ઋતુમાં સ્થૂળતા ઘટાડવા માટે કેટલાક હેલ્થ ડ્રિંક્સ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. ઘરેલુ નુસખા તરીકે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
શિયાળામાં પેટની ચરબી વધવી એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ કેટલાક ખાસ ડ્રિંક્સની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જાણો એવા 5 ડ્રિંક્સ વિશે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ પેટની ચરબી ઘટાડવામાં અને હેલ્થને સુધારવામાં પણ મદદરૂપ છે .
આ હેલ્થ ડ્રિંક ચરબી ઘટાડશે
ગ્રીન ટી અને લીંબુ
– ફાયદાઃ ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં ચરબી ઓગળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
– બનાવવાની રીતઃ એક કપ ગરમ ગ્રીન ટીમાં લીંબુનો રસ નીચોવીને પીવો.
આ પણ વાંચોઃ festivals date Update: વર્ષનો છેલ્લા મહિનામાં આવશે આ તહેવારો, શરૂ થશે કમૂરતા- નોંધી લો આ તારીખો
જીરાનું પાણી
– ફાયદા: જીરાનું પાણી પાચનને યોગ્ય રાખે છે અને મેટાબોલિઝમ વધારે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
– બનાવવાની રીત: એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો. આ પાણીને સવારે ખાલી પેટ પીવો.
તજ- એલચીની ચા
– ફાયદા: તજ ચયાપચયની ક્રિયાને વધારે છે અને ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે. એલચી પાચનને સુધારે છે અને પેટનો ગેસ ઓછો કરે છે.
– બનાવવાની રીત: એક કપ પાણીમાં તજનો ટુકડો અને બે-ત્રણ એલચી નાખીને ઉકાળો. જો તમે ઈચ્છો તો તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.
મેથી દાણાનું પાણી
– ફાયદા: મેથીના દાણામાં ફાઈબર હોય છે જે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
– બનાવવાની રીત: એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ પાણીને ગાળીને સવારે પી લો.
આદુ અને ફુદીનાનું પાણી
– ફાયદા: આદુ પાચનમાં સુધારો કરે છે અને ચયાપચયને વધારે છે. ફુદીનો પાચનમાં મદદ કરે છે અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ ઘટાડે છે.
– બનાવવાની રીત: એક ગ્લાસ પાણીમાં આદુનો એક નાનો ટુકડો અને કેટલાક ફુદીનાના પાન નાખીને થોડા કલાકો માટે રહેવા દો. આ પાણી તમે દિવસમાં ઘણી વખત પી શકો છો.
વિશેષ નોંધઃ આ પીણાં વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ માત્ર તેમના પર આધાર રાખવાથી કંઈ થશે નહીં. સંતુલિત આહાર લો અને નિયમિત કસરત કરો. આ ઉપરાંત કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો આ ડ્રિંક લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી.

