અમદાવાદ, 25 જૂનઃ Rathyatra 2025: રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોસાળથી નિજ મંદિર પ્રભુ જગન્નાથ પરત ફર્યા છે. જળયાત્રા બાદ આજે નિજ મંદિરમાં પ્રભુના પ્રથમ દર્શન થયા છે. જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન કરાઈ છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે.
Netrotsav Marks Lord Jagannath’s Return!
In a divine homecoming, Lord Jagannath was enthroned on the Ratha Vedi as sacred Netrotsav rituals soothed His eyes.
Devotees thronged the temple, while Minister Harsh Sanghavi reviewed Rath Yatra route prep. pic.twitter.com/cFmzn6noKo— Our Ahmedabad (@Ourahmedabad1) June 25, 2025
રથયાત્રા પહેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું છે. રુટનું નિરીક્ષણ કરવા માટે ગયેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું લોકોએ સ્વાગત કર્યું છે. રથયાત્રાના દિવસે કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे…
અમદાવાદ ખાતે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે ભગવાનની ૧૪૮મી રથયાત્રા પ્રસંગે આયોજિત નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણમાં ઉપસ્થિત રહીને પ્રભુ શ્રી જગન્નાથ, શ્રી સુભદ્રાજી અને શ્રી બલરામજીના દર્શન કરીને નયન પાવન થયા અને ચિત્ત આનંદિત થયું.… pic.twitter.com/TVTq2ddKwc
— Harsh Sanghavi (@sanghaviharsh) June 25, 2025
આજે પૂરા પંદર દિવસ બાદ પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિજ મંદિર પરત ફર્યા છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે હરખની હેલી છે. આમ તો મંદિરમાં બારેમાસ ભંડારો ચાલે છે. પરંતુ, આજે નેત્રોત્સવ વિધિના અવસરે અહીં “મહા ભંડારા”નું આયોજન થાય છે. જેમાં સાધુ-સંતો સહિત ભક્તો મંદિરનો અત્યંત પ્રસિદ્ધ એવો “ધોળી દાળ અને કાળી રોટી”નો પ્રસાદ ગ્રહણ કરે છે. જેના માટે મોટાપાયે તૈયારી હાથ ધરાતી હોય છે.
આ પણ વાંચોઃ TMKOC: તારક મહેતા શોમાંથી બબીતાજી અને જેઠાલાલ ગાયબ, અન્ય કલાકારોની ચિંતા વધી! જાણો શું છે મામલો?

