નવી દિલ્હી, 25 જૂનઃ Axiom-4 Mission: ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અંતરિક્ષયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પહેલા ભારતીય બની જશે. આ પહેલાં 3 એપ્રિલ, 1984ના રોજ વિંગ કમાન્ડર રાકેશ વર્મા Soyuz T-11 મિશન હેઠળ અંતરિક્ષમાં ગયા હતા. આમ, શુભાંશુ શુક્લા અંતરિક્ષની મુલાકાત લેનારા રાકેશ વર્મા પછી બીજા ભારતીય હશે.
After 41 years, India’s flag will fly in space again.
Jai Hind 🇮🇳 pic.twitter.com/9BJKHeCjNZ
— Shubhanshu Shukla (@IndiaInSky) June 25, 2025
શુભાંશુ શુક્લા નાસા અને ઇસરોના સંયુક્ત મિશન Axiom-4માં એક પાયલટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સમગ્ર મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વ્હિટસન કરી રહ્યા છે. આ ઉપરાંત હંગેરીના અંતરિક્ષ યાત્રી ટિબોર કપુ અને પોલૅન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નિવસ્કી પણ આ મિશનમાં સામેલ છે. Axiom-4 બુધવારે ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39Aથી રવાના થયું હતું. 28 કલાકની મુસાફરી બાદ આ અંતરિક્ષયાન ગુરુવારે સાંજે 04:30 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચવાની આશા છે.
નોંધનીય છે કે, જો આ મિશન સફળતાપૂર્વક પાર પડશે તો ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકશે.
Axiom-4 મિશનના લોન્ચ પછી, શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાંથી પહેલો મેસેજ મોકલ્યો છે. જેમાં લખ્યું છે કે, ’41 વર્ષ પછી આપણે અંતરિક્ષમાં પાછા પહોંચ્યા છીએ અને તે એક અદ્ભુત સવારી છે. અત્યારે અમે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરી રહ્યા છીએ અને મારા ખભા પર મારો ત્રિરંગો છે.’
#AxiomMission4 | “…Indian astronaut Group Captain Subhanshu Shukla formally joins the other three crew members for the much-awaited launch, as of now, scheduled around 12:01 PM IST today,” tweets Union Minister Dr Jitendra Singh pic.twitter.com/Pjxww0qqAl
— ANI (@ANI) June 25, 2025
ઉલ્લેખનીય છે કે, Axiom-4 મિશન ભારતની વૈશ્વિક અંતરિક્ષ ક્ષેત્રની હરળફાળની છબીને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવામાં મદદ કરશે. શુભાંશુ શુક્લા રાકેશ શર્મા પછી ભારતના બીજા અંતરિક્ષયાત્રી બનશે, જે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની સાતત્ય અને વિકાસને સ્પષ્ટપણે દર્શાવે છે.

