નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ Rain Flood Impact: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. યુપી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે 274 સ્કૂલો બંધ કરવામાં આવી છે. જયારે 20 સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે.
Floods in Saran and Begusarai in Bihar due to rise in water levels of Sarayu river in Uttar Pradesh #flooding #floods #Bihar #Patna #Begusarai #Saran
Video : AIR Patna pic.twitter.com/ns5qjupFqB— With Love, Bihar (@withLoveBihar) September 18, 2024
યુપીના 24 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. યુપીમાં ઘાઘરા, ગંડક, ગંગા, વરુણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે. ગોંડા જિલ્લાના 35 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ અયોધ્યામાં સરયૂ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
લખીમપુર ખેરીના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. યુપીના લગભગ 300 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજ, ઇટાવા અને મિર્ઝાપુરમાં 8મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
#बिहार पड़ोसी राज्य में हो रही बारिश से नदियां उफनाई । #सरयू नदी में उफान से #सारण जिले के डोरीगंज, मांझी और रिविलगंज में दियारा इलाकों में बाढ़। pic.twitter.com/HUiomNp0rN
— आकाशवाणी समाचार, पटना (@airnews_patna) September 17, 2024
હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે બુધવારે 50 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો છે. હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 172 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો હજુ પણ લાપતા છે. ઝારખંડ અને બંગાળના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં છે. જયારે ઓડિશાના 250 ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.
આ પણ વાંચોઃ Gujarat Weather forecast: ગુજરાતમાં ફરી આ તારીખે પડી શકે છે ભારે વરસાદ, જાણો ક્યા ક્યા પડશે વરસાદ?
Flood condition worsens in parts of South Bengal. A large number of people are living in camps, and teams of NDRF are there for rescue operations. #WestBengal #Kolkata pic.twitter.com/VzI78coflB
— Vani Mehrotra (@vani_mehrotra) September 19, 2024
દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. અહીંના બેરેજ અને ડેમ પાણીથી ભરાઈ ગયા છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. દામોદર વેલી કોર્પોરેશનના બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આગામી 2-3 દિવસ સુધી સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના છે.

