નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ No Detention Policy: સરકારે એક મોટો નિર્ણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરીથી કસોટી આપવાની તક મળશે પરંતુ જો તેઓ ફરીથી નિષ્ફળ જશે, તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં.
આ નીતિ વર્ષ 2010માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ લાગુ કરવામાં આવી હતી. આ પોલિસી લાગુ કરાયા બાદ માત્ર તેની પ્રશંસા જ નહીં પરંતુ આકરી ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જો ધોરણ 8 સુધીના બાળકોને બિનશરતી રીતે પ્રમોટ કરવામાં આવશે તો ઉચ્ચ શિક્ષણનું ધોરણ સ્તર ઘણુ નીચુ આવશે.
#WATCH | ‘No detention policy’ dissolved, failed students till class 8th to get a second attempt in 2 months.
🔗https://t.co/TKwBzMPY6c#NoDetentionPolicy #Students pic.twitter.com/17GFH8zBKW
— DD News (@DDNewslive) December 24, 2024
હાલ કેન્દ્ર સરકારે કે આ નીતિમાં મૂલ્યાંકનની પરંપરાગત પદ્ધતિને બદલે Continuous and Comprehensive Evaluation (CCE) (સતત અને વ્યાપક મૂલ્યાંકન)ની વાત કરવામાં આવી હતી. પરંતુ આ પોલિસી કદાચ બહુ સફળ ન રહી હોય તેવુ લાગી રહ્યુ હતુ.
આ પણ વાંચોઃ Chinese Kite Strin: ઉત્તરાયણ પહેલા જ સુરતમાં પતંગની દોરીથી યુવકને થઇ ગંભીર ઈજા, ગળાના ભાગે 20 ટાંકા આવ્યા
ઉદાહરણ તરીકે, ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓમાં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે નો ડિટેન્શન પોલિસીને હટાવ્યા બાદ પરીક્ષાના પરિણામોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામનું સ્તર ઘણુ નીચુ આવ્યુ હતુ. શૈક્ષણિક સત્ર 2023-24ના પરિણામો દર્શાવે છે કે 46622 વિદ્યાર્થીઓ એકલા ધોરણ 8માં નાપાસ થયા હતા.
CBSE ગવર્નિંગ બોડીના સભ્ય અને શિક્ષણશાસ્ત્રી ડૉ. જ્યોતિ અરોડા જણાવે છે કે જ્યારે દિલ્હી સરકાર દ્વારા આ નીતિ બનાવવામાં આવી ત્યારે હું આ સમિતિનો એક ભાગ હતી. મારી દૃષ્ટિએ સરકારનો આ સુધારો ખૂબ જ આવકાર્ય છે. નો ડિટેન્શનને બાળકની નબળાઈના રૂપમાં ન જોવુ જોઈએ. તેના બદલે, તેને રચનાત્મક મૂલ્યાંકન અને ફિડબેકના અવસર તરીકે જોવું જોઈએ, જે બાળકને તેમની અદ્વીતિય ક્ષમતાઓને અનુરૂપ તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે.
નોંધનીય છે કે, નો ડિટેન્શન પોલિસી મુજબ, 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ હેઠળ કોઈપણ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને 8મા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વર્ગમાં ફરીથી ભણાવવામાં આવશે નહીં. (ટૂંકમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસ કરવામાં નહીં આવે) હવે આ પોલિસી દૂર કરીને, નાપાસ થયેલા બાળકોને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપીને તેમનું પ્રદર્શન સુધારવાની વધુ એક તક મળશે.
આ પણ વાંચોઃ Police action plan: 31 ડિસેમ્બરને લઇ પોલીસ એક્ટિવ મોડમાં, 6,000 જેટલા પોલીસકર્મી રહેશે બંદોબસ્તમાં તહેનાત

