Chinese Kite Strin

Chinese Kite Strin: ઉત્તરાયણ પહેલા જ સુરતમાં પતંગની દોરીથી યુવકને થઇ ગંભીર ઈજા, ગળાના ભાગે 20 ટાંકા આવ્યા

સુરત, 30 ડિસેમ્બરઃ Chinese Kite Strin: રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે. સુરતમાં વધુ એક પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. બાઈક પર જતા યુવકને ગળામાં દોરી વાગતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેમને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા હતા. આ દરમિયાન યુવક દુકાનેથી ઘરે જતો હતો ત્યારે આ ઘટના બની હતી.

આ પણ વાંચોઃ Police action plan: 31 ડિસેમ્બરને લઇ પોલીસ એક્ટિવ મોડમાં, 6,000 જેટલા પોલીસકર્મી રહેશે બંદોબસ્તમાં તહેનાત

ઉતરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ સુરતમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. શહેરના કતારગામ ગલેમંડી નજીક રહેતો રાકેશ પરમાર દુકાનેથી બાઈક પર ઘરે જતો હતો. આ દરમિયાન અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ જતાં ગળું કપાઈ ગયું હતું. તે લોહીલુહાણ થઇ જતા તેને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવકને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યા તેમને ગળાના ભાગે કુલ 20 ટાંકા આવ્યા આવ્યા હતા.

આ પણ વાંચોઃ Actress Saved a Puppy: આ અભિનેત્રીએ કુતરાના બચ્ચાને યૌન શોષણમાંથી બચાવ્યું, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ