નવી દિલ્હી, 25 ઓગષ્ટઃ NEET PG Result 2024: NEET PGનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBEMS) એ NEET PG 2024 પરિણામ કટ ઓફ માર્ક્સ જાહેર કર્યા છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET PG) પરીક્ષા 2024માં ઉપસ્થિત ઉમેદવારો NBEMS ની અધિકૃત વેબસાઈટ natboard.edu.in પરથી રેન્ક લિસ્ટ તપાસી અને ડાઉનલોડ કરી શકે છે. NEET PG ઉમેદવારોના સ્કોરકાર્ડ પછીથી બહાર પાડવામાં આવશે.
NEET PG 2024 New Exam Date Released#SarkariResult #NEETPG
Click to Check it Out : https://t.co/or4yBXO3ia pic.twitter.com/tDg2RsIPTJ— Sarkari Result – SarkariResult.Com (@sarkari_result) July 5, 2024
સત્તાવાર વેબસાઇટ અનુસાર, જનરલ અને EWS કેટેગરી માટે ક્વોલિફાઇંગ કટઓફ પર્સેન્ટાઇલ 50મું છે, જ્યારે SC/ST/OBC (SC/ST/OBCના PWD સહિત) માટે ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલ 40મું છે અને UR PWD માટે ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલ 45મું છે.
ઉલ્લેખનીય છે કે, NEET-PG 2024 2024-25 પ્રવેશ સત્ર માટે MD/MS/DNB/ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દેશના 185 શહેરોમાં 11 ઓગસ્ટ 2024 ના રોજ બે શિફ્ટમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામો હવે જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો કે, NEET PG 2024 નું સ્કોરકાર્ડ 30 ઓગસ્ટ, 2024 ના રોજ અથવા તે પછી પ્રકાશિત કરવામાં આવશે.
NEET PG 2024 Result: કેવી રીતે ડાઉનલોડ કરવું?
સૌ પ્રથમ, નેટબોર્ડની સત્તાવાર વેબસાઇટ, natboard.edu.in પર જાઓ.
પછી NEET PG પરિણામ સૂચના અને સૂચનામાં પરિણામ PDF લિંક પર ક્લિક કરો.
તે પછી એક નવી ફાઈલ ખુલશે.
તેમાં તમારો રોલ નંબર શોધો અને રેન્કની સાથે લાયકાતની ટકાવારી તપાસો.
ભવિષ્યના સંદર્ભ માટે PDF ફાઇલ સાચવો.
વિશેષ નોંધઃ જો NEET PG 2024 પરિણામમાં કોઈ સમસ્યા હોય, તો ઉમેદવારો 011-45593000 પર સંપર્ક કરી શકે છે.

