Heavy Rain 1

Heavy rain forecast: છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘ મહેર, આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 25 ઓગષ્ટઃ Heavy rain forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાંથી સૌથી વધારે વલસાડના વાપીમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. 141 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. 27 તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉમરપાડામાં 11 ઈંચ, ખેરગામમાં સાડા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ વિજાપુર અને વલસાડમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ NEET PG Result 2024: નીટ પીજીનું રિઝલ્ટ જાહેર, આ રીતે જુઓ સંપૂર્ણ લિસ્ટ તથા વિગત

બીજી તરફ હવામાન નિષ્ણાત અનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં 7 થી 8 ઈંચ વરસાદ પડી શકે છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. તેમજ આગામી કેટલાક દિવસ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Film Emergency Controversy: કંગનાની મુશ્કેલી વધી, ફિલ્મ ઇમરજન્સી રિલિઝ થતા પહેલા જ થઇ રહ્યો છે વિરોધ, વાંચો વિગત

મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ 45થી 50 કિમી ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આજે સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.