બાબરી મસ્જિદ રથયાત્રા, કાર સેવા અને ધ્વંસ પછીની હિંસા અંગેની માહિતી NCERT પુસ્તકમાંથી હટાવી છે. પુસ્તકમાં બાબરી મસ્જિદને બદલે તેને ‘ત્રણ ગુંબજ સ્ટ્રક્ચર’ના નામથી અને અયોધ્યા વિવાદને ‘અયોધ્યા વિષય’ના નામે ભણાવવામાં આવશે. વિષય પણ ચારને બદલે બે પાનાનો કરી દેવાયો છે. NCERT ડાયરેક્ટરે આ બાબતે કહ્યું કે, અમે હિંસક અને હતાશ લોકો નહીં પરંતુ સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ.

