BIG BREAKING: પ.બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના
પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થઇ છે. દાર્જીલિંગના રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સ.ના પાછળના ત્રણ ડબ્બાને માટું નુકસાન થયું છે. દુર્ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય ચાલુ છે.

