સ્પોર્ટ્સ ડેસ્ક, 28 મેઃ Mumbai Indians: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો રસ્તો સરળ લાગતો નથી. પંજાબ કિંગ્સ (PBKS) સામે હાર્યા બાદ, તેઓ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. તેમને એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરવો પડશે. આ મેચ પહેલા 3 ખેલાડીઓએ મુંબઈ ઇન્ડિયન્સને અલવિદા કહ્યું છે. તેમના જવાથી હાર્દિક પંડ્યાની મુશ્કેલી વધી ગઈ છે.
રાયન રિકલ્ટન, કોર્બિન બોશ અને વિલ જેક્સ રાષ્ટ્રીય ટીમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે સ્વદેશ પરત ફર્યા છે. રિકેલ્ટન અને બોશ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમમાં જોડાશે, જ્યારે જેક્સ 29 મેથી વેસ્ટ ઇન્ડીઝ સામે ODI અને T20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમમાં જોડાશે.
Three stars, one heartfelt goodbye 🥹
Ryan, Corbin & Will… shine now in international colours. Until we meet again 🙌💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #PBKSvMI pic.twitter.com/xOMEBRTSID
— Mumbai Indians (@mipaltan) May 27, 2025
મુંબઈ ઇન્ડિયન્સે એક ફેરવેલનો વીડિયો શેર કર્યો છે જેમાં મુખ્ય કોચ મહેલા જયવર્ધને ત્રણેય ખેલાડીઓને ભાવનાત્મક ભાષણ આપતા જોવા મળે છે. આ ત્રણેય વિદેશી ખેલાડીઓના ગયા પછી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં નોંધપાત્ર ફેરફારો થયા. વિકેટકીપર રિકેલ્ટન અને જેક્સ સમગ્ર સિઝન દરમિયાન ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા.
Gave us moments, memories and magic. 💙
Till we meet again, fam 🥹#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/q0AgIMwMIC
— Mumbai Indians (@mipaltan) May 27, 2025
રાયન રિકલ્ટનને 14 મેચમાં 3 અડધી સદીની મદદથી 388 રન બનાવ્યા. વિલ જેક્સે 13 મેચની 11 ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા. આમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે 6 વિકેટ પણ લીધી. બોશે 3 મેચની 2 ઇનિંગ્સમાં 47 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 32 છે. આ ઉપરાંત, તેણે 1 વિકેટ પણ લીધી. મુંબઈ ઇન્ડિયન્સે આ ત્રણ ખેલાડીઓના સ્થાને જોની બેયરસ્ટો, રિચાર્ડ ગ્લીસન અને ચરિથ અસલંકાને પસંદ કર્યા છે.
આ પણ વાંચોઃ high lava fountain: હવાઈના કિલાઉઆ જ્વાળામુખી ફાટ્યો, હવામાં 1,000 ફૂટ ઊંચે લાવાનો ફુવારો નીકળ્યો- જુઓ વીડિયો

