Mohammed Siraj

Mohammed Siraj: ભારતીય ક્રિકેટરે સંભાળ્યુ DSPનું પદ , ખેલાડીએ તેલંગાણાના મુખ્યમંત્રીનો માન્યો આભાર

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 ઓક્ટોબરઃ Mohammed Siraj: ભારતીય ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)નું પદ સંભાળી લીધું હતું. તેલંગાણા પોલીસે સિરાજને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પરંતુ પછી તેને ડીલીટ પણ નાખી હતી.

હોદ્દો સંભાળ્યા બાદ સિરાજે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સિરાજે ઘણાં સમયે ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. આ કારણથી જ તેને આ પદ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ New Chairman of TATA Trust: આ બનશે રતન ટાટાના ઉત્તરાધિકારી, ટાટા ટ્રસ્ટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

હકીકતમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ બાદ જીત્યા બાદ સિરાજને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને હવે સિરાજને તેલંગાણા પોલીસમાં ડીએસપીનું પદ સોંપવામાં આવ્યું છે. તેમણે આ પદની જવાબદારી પણ સંભાળી કીધી છે. જો કે, આનાથી તેની ક્રિકેટ કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. સિરાજ હજુ પણ ભારતીય ટીમ માટે રમતો જોવા મળશે.

આ પણ વાંચોઃ Rape Case in Vadodara: વડોદરામાં વધુ 12 સાયન્સની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ધટના બની, ફરિયાદ બાદ માંજલપુર પોલીસે આરોપીની કરી ધરપકડ