મુંબઇ, 14 ઓક્ટોબરઃ Baba Siddique Murder Case: બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી ભલે લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોય, પરંતુ પોલીસ આ હત્યાનું અસલી કારણ જાણવા માંગે છે. પોલીસ એ જાણવા માંગે છે કે શું આ હત્યા પાછળનું કારણ ખરેખર તેમની સલમાન ખાનની સાથે મિત્રતા જ છે કે કહાની કંઈક બીજી જ છે? મુંબઈ પોલીસ 2000 કરોડ રૂપિયાના ‘ખેલ’ની પણ તપાસ કરી રહી છે, જેમાં બાબા સિદ્દીકીનું નામ આવ્યું હતું. તેમની કેટલીક સંપત્તિઓ પણ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી હતી. ચાલો જાણીએ આખરે આ મામલો શું હતો.
#WATCH | Baba Siddique Murder case | Mumbai: The accused were brought to Mumbai Crime Branch pic.twitter.com/4zAqZh1Wj7
— ANI (@ANI) October 13, 2024
મુંબઈ પોલીસ સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી (SRA Project) પ્રોજેક્ટની પણ તપાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકી 2000થી 2004 સુધી મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ હતા. ત્યારે તેમના પણ અનેક પ્રકારના આરોપો લાગ્યા હતા. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે બાબા સિદ્દીકીએ આ પદનો દુરુપયોગ કર્યો હતો. આ મામલે ED તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Mohammed Siraj: ભારતીય ક્રિકેટરે સંભાળ્યુ DSPનું પદ , ખેલાડીએ તેલંગાણાના મુખ્યમંત્રીનો માન્યો આભાર
આ કેસમાં વર્ષ 2018માં EDએ બાંદ્રા વેસ્ટમાં આવેલી બાબા સિદ્દીકીની 462 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી. બાબા સિદ્દીકી પર એસઆરએ પ્રોજેક્ટ (SRA Project)માં પિરામિડ ડેવલપર્સને મદદ કરવાનો આરોપ લાગ્યો હતો. આ કૌભાંડ લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે. ક્યાંક આ પ્રોજેક્ટના કારણે તો બાબા સિદ્દીકીની હત્યા નથી થઈને તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં જે સમયે દશેરાના ફટાકડા ફૂટી રહ્યા હતા, એ જ સમયે ગોળીના અવાજથી માયાનગરી હચમચી ઉઠી હતી. મુંબઈના બ્રાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી પર ત્યારે ફાયરિંગ થયું જ્યારે તેઓ પોતાના દીકરા અને ધારાસભ્ય જિશાન સિદ્દીકીની ઓફિસ બહાર હતા. આ મામલે મુંબઈ પોલીસે બે શૂટરોને ઝડપી પાડ્યા છે.

