નવી દિલ્હી, 28 ડિસેમ્બરઃ Manmohan Singh Funeral: દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના પંચમહાભૂતમાં વિલીન થયા છે. કોંગ્રેસ હેડક્વાર્ટરમાંથી તેમનો પાર્થિવ દેહ નિગમબોધ ઘાટ લાવવામાં આવ્યો હતો. જ્યાં 21 તોપોની સલામી આપીને રાજકીય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. આખો દેશ ભીની આંખોથી દેશના પૂર્વ પીએમને વિદાય આપી રહ્યો છે.
President Droupadi Murmu bid the final farewell by laying the wreath on the mortal remains of Dr. Manmohan Singh, during the funeral conducted with Full State Honours. She, along with other dignitaries from India and abroad, witnessed the cremation. pic.twitter.com/sQYTOHLLXW
— President of India (@rashtrapatibhvn) December 28, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, લોકસભામાં વિપક્ષના નેતા ઓમ બિરલા, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય લોકો સ્મશાનભૂમિ પર હાજર રહ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના નિગમ બોધ ઘાટ પર પહોંચીને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.
VIDEO | Congress leaders arrive at Nigambodh Ghat in Delhi to attend the funeral of former PM Manmohan Singh. #ManmohanSingh pic.twitter.com/E3EdVgtoPE
— Press Trust of India (@PTI_News) December 28, 2024
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પીએમ મોદી નિગમ બોધ ઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પુષ્પ અર્પણ કરીને પૂર્વ પીએમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને કાંધો આપ્યો હતો. બધા પંજાબી ધાર્મિક ગુરુઓ ત્યાં અરદાસ કરી હતી. ઘાટ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુની સાથે ઘણા નેતાઓ બેઠા હતા.
मनमोहन सिंह जी हमेशा हर भारतीय के हृदय में रहेंगे।
अंतिम सलाम 🙏#ManmohanSinghfuneral pic.twitter.com/F9I1dUK2jh
— Harish Chaudhary (@Barmer_Harish) December 28, 2024
પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહ આર્મી મેમોરિયલ ટ્રકમાં લાવવામાં આવ્યો હતો. જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બેઠા છે. ટ્રકમાં રાહુલ ઉપરાંત મનમોહન સિંહના પરિવારજનો પણ હાજર છે. સેનાની ટ્રકની બંને તરફ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા દળોના જવાનો આર્મીની ટ્રક સાથે ચાલી રહ્યા છે. પૂર્વ પીએમને તેમની દીકરીએ મુખાગ્નિી આપી હતી. આ ઉપરાંત. 21 તોપોની સલામી આપીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અંતિમ સંસ્કાર શીખ પરંપરા અનુસાર કરવામાં આવ્યા હતા.

