Gujarat Police Recruitment

LRD Written Exam: LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 07 ઓગષ્ટઃ LRD Written Exam: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા માટે ગત 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. 30 જૂને ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરી હતી. જ્યારે આજે (6 ઓગસ્ટ) લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ kailash yatra: કૈલાશ યાત્રાના માર્ગ પર અચાનક પૂર આવતા ઘણા યાત્રાળુઓ ફસાયા, રેસક્યુ ઓપરેશન યથાવત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ virtualview.co.in પર જઈને પોતાના રોલનંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ગુણ જોઈ શકશે.

બોર્ડે ઉમેદવારોને પોતાના ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે 15 દિવસનો સમય આપ્યો છે. જેમાં જે ઉમદવારો પોતાના લખિત પરીક્ષાની OMR Sheet નું રિચકિંગ કરાવવા ઇચ્છતા હોય તેમને રૂ.500નો ફી ચૂકવવાની રહેશે.

આ પણ વાંચોઃ Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ, 4ના મોત નીપજ્યા- 50 લોકો ગુમ