નવી દિલ્હી, 07 એપ્રિલઃ JDU Muslim Leaders Resign: બિહારના મોતિહારી જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એકસાથે 15 જેટલા મુસ્લિમ નેતાઓએ જનતા દળ યુનાઇટેડ(જેડીયુ)માંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે. ખરેખર તો વક્ફ બિલ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યા બાદથી જેડીયુની મુશ્કેલી વધી ગઈ છે. મુસ્લિમ નેતાઓનો જેડીયુથી મોહભંગ થતો દેખાઈ રહ્યો છે.
Some PROMINENT Mu$£im leader resigned from JDU protesting it’s support to #WaqfAmendmentBill & Piddis are jumping like🐸saying this’s beginning of end of JDU & NDA in Bihar Elections.
“One who resigned from JDU contested 2020 election from AIMIM & got 499 votes”-MP Lalan Singh😂 pic.twitter.com/OMTJAFXEH4
— BhikuMhatre (@MumbaichaDon) April 4, 2025
આ પણ વાંચોઃ Stock Market Crash: આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો, 800 તૂટ્યું નિફ્ટી- વાંચો વિગત
ખરેખર તો વક્ફ સુધારા બિલને લોકસભા અને રાજ્યસભા બાદ રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ છે ત્યારથી મુસ્લિમ વર્ગમાં ભારે નારાજગી દેખાઈ રહી છે. હવે મોતિહારીમાં એકસાથે 15 મુસ્લિમ નેતાઓએ નારાજ થઈને જેડીયુમાંથી રાજીનામું આપી દીધું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ 15 નેતાઓ ઉપરાંત અમુક કાર્યકરોએ પણ જેડીયુમાંથી રાજીનામું આપ્યું છે. મુસ્લિમ નેતાઓ અને કાર્યકરોની નારાજગીની વાતને ખોટી અફવા બતાવી છે. જેડીયુના અમુક વરિષ્ઠ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, કોઈ મુસ્લિમ નેતા કે, કાર્યકર વક્ફ બિલના સમર્થન બદલ નારાજ નથી. અમુક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. પરંતુ હવે જેડીયુમાંથી ધડાધડ મુસ્લિમ નેતાઓના રાજીનામા ખાતરી આપે છે કે, તેઓ પક્ષથી નારાજ છે.

