S.jayshankar

Jaishankar Will Visit Pakistan: SCO સમિટ માટે પાકિસ્તાનના મહેમાન બનશે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર- વાંચો વિગત

નવી દિલ્હી, 04 ઓક્ટોબરઃ Jaishankar Will Visit Pakistan: વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ વખતે એસસીઓ સમિટનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે.

એસસીઓનું સમિટન આ વર્ષના ઓક્ટોબર મહિનામાં જ આયોજિત થવા જઈ રહ્યું છે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. 15મી અને 16મી ઓક્ટોબરે યોજાનારી આ સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. તેથી વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાન જશે.

આ પણ વાંચોઃ Gangrape In Pune: પુણે ફરવા ગયેલી 21 વર્ષીય યુવતી પર 3 લોકોએ મળી ગેંગરેપ કર્યો, આરોપીની શોધખોળ શરુ- વાંચો વિગત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘વિદેશ મંત્રી એસ. જયશંકરની પાકિસ્તાનની મુલાકાત ઉપરાંત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત મુલાકાતનો પણ પ્રસ્તાવ છે. માલદીવના રાષ્ટ્રપતિ સાતમીથી 10મી ઓક્ટોબર 2024 દરમિયાન ભારતની સરકારી મુલાકાત લેશે. આ તેમની પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે.’

અહેવાલો અનુસાર, પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની અધ્યક્ષતા ધરાવે છે, જે રોટેટ થયા કરે છે. આ દરમિયાન તે ઓક્ટોબરમાં બે દિવસીય એસસીઓ હેડ ઓફ ગવર્નમેન્ટ મીટિંગનું આયોજન કરશે. આ પહેલા ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચોઃ New Sonu in Tmkoc: ‘તારક મહેતા…’ શૉમાં વિવાદ અને આરોપોની ચર્ચા ચાલી રહી છે તેવામાં નવી સોનુની થઇ સીરિયલમાં એન્ટ્રી