Gangrape

Gangrape In Pune: પુણે ફરવા ગયેલી 21 વર્ષીય યુવતી પર 3 લોકોએ મળી ગેંગરેપ કર્યો, આરોપીની શોધખોળ શરુ- વાંચો વિગત

નવી દિલ્હી, 04 ઓક્ટોબરઃ Gangrape In Pune: મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના બદલાપુરનો બદલો હજી પૂરો થતાં વાર નથી થઈ ત્યાં રાજ્યના પુણે જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે. પુણે ફરવા ગયેલી 21 વર્ષીય યુવતી પર 3 લોકોએ મળી ગેંગરેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ New Sonu in Tmkoc: ‘તારક મહેતા…’ શૉમાં વિવાદ અને આરોપોની ચર્ચા ચાલી રહી છે તેવામાં નવી સોનુની થઇ સીરિયલમાં એન્ટ્રી

ફરવા ગયેલી યુવતીના મિત્રએ વિરોધ કરતાં આરોપીઓએ તેની પણ ધુલાઈ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી પોતાના એક મિત્ર સાથે ફરવા ગઈ હતી. તે દરમિયાન મોડી રાત્રે સુમસામ જગ્યા પર ત્રણ છોકરાઓએ તેમને પકડી લીધા હતા. ત્યારબાદ આરોપીઓ યુવતીની છેડતી કરવા લાગ્યા હતા. યુવતીના મિત્રે તેનો વિરોધ કરતાં તેની ધોલાઈ કરી અને યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, યુવતી મોડી રાત્રે પોતાના મિત્ર સાથે બોપદેવ ઘાટ વિસ્તારમાં ફરવા ગઈ હતી, ત્યાં રાત્રે 11 વાગ્યે તેની સાથે ગેંગરેપ થયો હતો. ઘટનાની જાણ સવારે પાંચ વાગ્યે પોલીસને થઈ હતી. આરોપીની શોધખોળ ચાલુ છે. ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચ અને ડીબીની દસ ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Dahod minor rape Case: દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ, હર્ષ સંઘવીએ આપી માહિતી