અમદાવાદ, 05 સપ્ટેમ્બરઃ Heavy Rainfall: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 195 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં 8.11 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય, પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ અને પાવીજેતપુરમાં 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે.
As warned, heavy-very heavy #GujaratRains seen in south and east Gujarat in last 24 hrs 🌧️ https://t.co/HBLkoeQGEB pic.twitter.com/oJzSq3zDUp
— Athreya Shetty 🇮🇳 (@shetty_athreya) September 5, 2025
આ પણ વાંચોઃ GST Revamp: GST રેટ ઓછા થવાથી શુ થશે સસ્તુ અને શુ થશે મોંઘુ ? જાણો કોને થશે કેટલો ફાયદો?
ભરૂચ જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે, જ્યાં ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ અને અંકલેશ્વરમાં 4.96 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 97 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે.
Daily Weather Briefing English (04.09.2025)
Heavy to very heavy rainfall likely over Gujarat state till 07th September with possibility of Extremely heavy falls at isolated places over Gujarat Region during 04th-06th and Saurashtra & Kutch on 06th & 07th September
YouTube :… pic.twitter.com/mvk9ltnKiZ
— India Meteorological Department (@Indiametdept) September 4, 2025
આ ઉપરાંત, રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 97 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) September 5, 2025
હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદને કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાની સંભાવના છે.

