Gujarat Rain Update 2025

Gujarat Weather Updates: હજી ગુજરાતના 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ- વાંચો વિગત

અમદાવાદ, 07 સપ્ટેમ્બરઃ Gujarat Weather Updates: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ આગામી એક વાગ્યા માટે આગાહી કરવામાં આવી હતી. જેમાં સાત જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ, જ્યારે 18 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, દાદરા અને નગર હવેલી, દમણ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ Heavy Rainfall: છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 195 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, હજી આ વિસ્તારોમાં રેલ એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.51 ઈંચ વરસાદ નોંધાયો છે. પોશીના 6.02 ઈંચ, ધરમપુર 5.43 ઈંચ, રાધનપુર 4.65 ઈંચ, ભચાઉ 4.37 ઈંચ અને લાખણીમાં 4.09 ઈંચ વરસાદ નોંધોય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં 106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.

આ પણ વાંચોઃ GST Revamp: GST રેટ ઓછા થવાથી શુ થશે સસ્તુ અને શુ થશે મોંઘુ ? જાણો કોને થશે કેટલો ફાયદો?