Gujarat Rain Forecast

Gujarat Rain Forecast: આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો આ જિલ્લામાં આપ્યુ છે એલર્ટ

અમદાવાદ, 12 જુલાઇઃ Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જ્યારે આજે (12 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. આવો જાણીએ આગામી 4 દિવસ કેવુ રહેશે હવામાન.

આ પણ વાંચોઃ Plane Crash Report: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ સરકારનું નિવેદન, રામ મોહન નાયડુએ આપી પ્રતિક્રિયા- વાંચો વિગત

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે રવિવારે (13 જુલાઈ) અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગે આગામી 14-15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 16 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચોઃ Kharge attacks PM: ખડગેએ પીએમ મોદી પર કર્યા પ્રહાર, કહ્યું, ‘વડાપ્રધાન પાકિસ્તાનમાં આમંત્રણ વગર જાય છે’