અમદાવાદ, 11 જુલાઇઃ Gujarat: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. ત્યારે ગાંધીનગરના દહેગામ અમદાવાદ રોડ પર નર્મદા કેનાલ પાસેના બ્રિજનો 40 ફૂટનો હિસ્સો સાતેક માસ અગાઉ તૂટી પડ્યો હતો. ત્યારબાદ આ માર્ગ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાનું જાહેરનામું અધિક જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ તેનો અમલ થતો ન હતો. જ્યારે બીજી તરફ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી પણ તૂટેલા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું ન હતુ.
આ ઉપરાંત રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજની જ્યાં મસમોટું ગાબડું પડ્યું પણ તંત્રએ સમારકામની તસ્દી લીધી નથી. જેતપુરના જેતલસર પાસે રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે રોડની એક સાઈડ બંધ કરાઈ છે. આ બ્રિજનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rain Forecast: વરસાદને લઇ ભયાનક આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં નદીઓ પૂર આવે તેવો વરસાદ વરસસે.. વાંચો વિગત
આ પણ વાંચોઃ Breaking News: સરકારનો મોટો નિર્ણય, ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની સામુહિક બદલી, જુઓ યાદી

