Govinda With Wife

Govinda-Sunita Divorce: અભિનેતા ગોવિંદા અને પત્ની સુનિતાના છૂટાછેડાની ચર્ચા, અંગત સંબંધીએ જણાવી હકીકત- વાંચો સંપૂર્ણ વિગત

બોલિવુડ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ Govinda-Sunita Divorce: બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા 37 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા અંગેના અહેવાલો વહેતા થયા છે. જોકે, જ્યારે ગોવિંદા અને સુનિતાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ગોવિંદાની ભાણી આરતી સિંહે ચોક્કસપણે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ગોવિંદાની ભાણી આરતી સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘સાચું કહું તો, હું હાલમાં મુંબઈમાં નથી, તેથી મેં હજી સુધી આ વિશે કોઈ સાથે વાત કરી નથી, પરંતુ હું તમને એક વાત કહી દઉં કે, આ સમાચાર ખોટા છે. આ માત્ર એક અફવા છે. તેઓ વર્ષોથી મજબૂત અને પ્રેમાળ સંબંધ બાંધ્યો છે, તો પછી તેઓ કેવી રીતે છૂટાછેડા લઈ શકે? મને ખબર નથી કે લોકો આવી અફવાઓ ક્યાંથી મેળવે છે. થોડા સમય પહેલા મારા છૂટાછેડાના સમાચાર પણ કોઈ કારણ વગર ફેલાઈ ગયા હતા. આવી પાયાવિહોણી વાતો છે.’

આ પણ વાંચોઃ Delhi Assembly: AAPના 12 ધારાસભ્યને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા બાદ CM રેખા ગુપ્તાએ વિધાનસભામાં CAGનો રિપોર્ટ રજૂ કર્યો

ઉલ્લેખનીય છે કે, ગોવિંદાની પત્ની સુનીતા પોતાના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. થોડા સમય પહેલાં જ્યારે ગોવિંદાને ગોળી વાગી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, સુનિતા તેની સાથે નથી રહેતી. ત્યારથી બંનેના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યુ હતું.

સુનિતાએ પણ પોતાના ઘણાં ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે, ગોવિંદાનું અફેર છે. તે તેમના ફ્લેટની સામે આવેલા બંગલૉમાં રહે છે કારણકે, બંનેનું શિડ્યુલ મેળ ખાઈ રહ્યું નથી. સોશિયલ મીડિયા પર લગ્નજીવનના આ તબક્કામાં છૂટાછેડાની વાતોએ યુઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી છે.

આ પણ વાંચોઃ Bhavnath no Melo: ભવનાથ મંદિરે મહાશિવરાત્રિના મેળાનો આરંભ, હર મહાદેવના નાદથી ગૂંજ્યુ ગિરનાર- પાર્કિંગ માટે AI ટૅક્નોલૉજીનો ઉપયોગ