Delhi Assembly Rekha Gupta

Delhi Assembly: AAPના 12 ધારાસભ્યને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા બાદ CM રેખા ગુપ્તાએ વિધાનસભામાં CAGનો રિપોર્ટ રજૂ કર્યો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરીઃ Delhi Assembly: દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ CAGનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં આજે CAGના 14માંથી બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતાં. આ રિપોર્ટમાં લીકર પોલિસી અને શીશમહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે.

બીજી બાજુ વિપક્ષે આ રજૂઆત દરમિયાન હોબાળો ચાલુ જ રાખતાં વિધાનસભાના સ્પીકર વિજેન્દર ગુપ્તાએ આમ આદમી પાર્ટીના કુલ 21 ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ સામેલ છે. AAPના ધારાસભ્યોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન સુત્રોચ્ચાર કર્યા હતાં.

આ પણ વાંચોઃ Bhavnath no Melo: ભવનાથ મંદિરે મહાશિવરાત્રિના મેળાનો આરંભ, હર મહાદેવના નાદથી ગૂંજ્યુ ગિરનાર- પાર્કિંગ માટે AI ટૅક્નોલૉજીનો ઉપયોગ

વિધાનસભાના સ્પીકરે પૂર્વ મુખ્યમંત્રી આતિશી, ગોપાલ રાય, વીર સિંહ ધિંગાન, મુકેશ અહલાવત, ચૌધરી ઝુબૈર અહમદ, અનિલ જ્હાં, વિષેશ રવિ અને જર્નેલ સિંહને સસ્પેન્ડ કર્યા હતાં. AAP એ વિરોધ નોંધાવ્યો હતો કે, નવી ભાજપ સરકારે પોતાના કાર્યાલયોમાંથી બીઆર આંબેડકરની તસવીરો હટાવી PM મોદીની તસવીર લગાવી છે.

દિલ્હી વિધાનસભામાં મંગળવારે લીકર પોલિસી સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, દિલ્હીની લીકર પોલિસી બદલવાથી સરકારી ખજાનામાં રૂ. 2026.91 કરોડનું નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ Weather Update: ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં આવશે પલટો, વરસાદના એંધાણની સાથે ગરમીમાં પણ થશે વધારો