Elon Musk

Elon Musk: અમેરિકાથી ઈટાલી સુધી થઇ રહ્યો છે ઈલોન મસ્કનો વિરોધ, જાણો શું છે કારણ?

નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ Elon Musk: સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક પર નાઝી સલામ આપવાનો આરોપ લગાવ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ હતી. આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદના શપથ ગ્રહણ સમારોહમાં ઈલોન મસ્કના હાવભાવને નાઝી સલામ માનવામાં આવ્યો.

ઈલોન મસ્ક નાઝી સલામ કરતા હોવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ટીકાકારોએ આ હાવભાવને નાઝી જર્મનીના ફાસીવાદી પ્રતીક તરીકે જુએ છે. જો કે, ઈલોન મસ્કે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘સાચું કહું તો, તેમને (વિરોધીઓને) વધુ સારી ગંદી યુક્તિઓની જરૂર છે. કોઈને હિટલર સાથે જોડીને હુમલો કરવો ખૂબ જ કંટાળાજનક બની ગયું છે.’

આ પણ વાંચોઃ PD Champions Trophy: દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ બની વિજેતા, ઈંગ્લેન્ડને 79 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી

ઇટાલીના મિલાનમાં પિયાઝાલે લોરેટોમાં એક વિદ્યાર્થી જૂથે ઈલોન મસ્કનું પૂતળું ઊંધું લટકાવીને દેખાવ કર્યો હતો. આ સ્થળ ઐતિહાસિક રીતે ફાસીવાદી નેતા બેનિટો મુસોલિનીની ક્રૂરતાનું પ્રતીક છે. વર્ષ 1945માં મુસોલિની અને તેના સાથીઓને આ જગ્યાએ ઊંધી ફાંસી આપવામાં આવી હતી. વિદ્યાર્થી જૂથ કેમ્બિયારે રોટ્ટાએ પ્રદર્શનની જવાબદારી લીધી.

આ પણ વાંચોઃ Saif ali khan Property: સૈફ અલી ખાનની મુશ્કેલીમાં વધારો, 15000 કરોડની સંપત્તિ થઈ શકે છે જપ્ત! જાણો શું છે મામલો?