વિશ્વ રક્તદાતા દિવસના અવસરે CM ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, ‘વિશ્વ રક્તદાતા દિવસ’ના અવસરે રક્તનું મહાદાન કરીને અન્યોનું જીવન બચાવનાર સૌ રક્તદાતાઓને વંદન. રક્તદાનના આયોજન સાથે નિ:સ્વાર્થપણે સંકળાયેલા સૌ કર્મીઓને પણ બિરદાવું છું. રક્તદાનનું આ સેવાકાર્ય સમાજમાં પૂરી ઊર્જાથી આગળ વધતું રહે એ જ અભ્યર્થના.

