પાંચ ગુજરાતી યુવાનોએ અદમ્ય સાહસનું કામ કર્યુ છે. નો ડ્રગ્સ કેમ્પેઈનને પ્રમોટ કરવા માટે આ પાંચેય યુવાનોએ હિમાચલ પ્રદેશ અને લદ્દાખની વચ્ચે આવેલા 20, 050 ફૂટ ઉંચા માઉન્ટ યુનમ શિખરને સર કર્યુ છે. આ શિખરનું ચડાણ પડકારજનક છે. તાપમાન -20 ડિગ્રી સુધી જાય છે. વડોદરાના ડો. સોહિલ, અમદાવાદના અને સુરતના જયપાલસિંહ ભાટી, ધ્રુવન ધારાણી, ગૌરાંગ પુરોહિત અને ધ્રુવલ ડાભીએ શિખર સર કર્યુ છે.

