Canada

Canada: કેનેડામાં લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં, આ લોકોએ છોડવો પડશે દેશ- વાંચો વિગત

નવી દિલ્હી, 04 ડિસેમ્બરઃ Canada: કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. કેનેડામાં લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ગયા સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે, 2025ના અંત સુધીમાં કેનેડામાં લગભગ 50 લાખ કામચલાઉ પરમિટ સમાપ્ત થવા જઈ રહી છે. એવામાં કેનેડિયન ઇમિગ્રેશનને આશા છે કે મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ પરમિટ પૂરી થતા દેશ છોડી દેશે.

વર્ષ 2025માં 50 લાખ ટેમ્પરરી પરમિટની મુદત પૂરી થઈ રહી છે, જેમાંથી 7 લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. તાજેતરમાં ટ્રુડો સરકારે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ 2025માં વધુ 10 ટકાનો ઘટાડાનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી પરમિટ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ Khel Mahakumbh: ખેલ મહાકુંભ 3.0 તા. 5 ડિસેમ્બરથી 31 માર્ચ દરમિયાન યોજાશે, રમત ગમત મંત્રી હર્ષ સંઘવી આપી સંપૂર્ણ જાણકારી

ટેમ્પરરી વર્ક પરમિટ સામાન્ય રીતે 9 મહિનાથી 3 વર્ષ સુધી જારી કરવામાં આવે છે. તેમજ કેનેડામાં કાયમી વર્ક પરમિટ મેળવવા માટે ડિપ્લોમા કે ડિગ્રી કરેલા વિદેશી વિદ્યાર્થીઓને જરૂરી અનુભવ મેળવવા માટે આપવામાં આવે છે. આ પરમિટ અંગે મિલરે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં રહેવા માટે અરજી કરી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેથી, અમે આ અરજીઓની કડક તપાસ કરીશું અને બનાવટી અરજદારોને બાકાત રાખીશું.’

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે બધા અસ્થાયી પ્રવાસીઓને દેશ છોડવાની જરૂર નથી. તેના બદલે, કેટલાકને નવી પરમિટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર, મે 2023 સુધીમાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 3,96,235 પાસે 2023ના અંત સુધી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી.

પરંતુ કેનેડા હવે આ પરમિટ આપવામાં ખૂબ જ કડક બની રહ્યું છે. આના કારણે કેનેડાએ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટમાં 35%નો ઘટાડો કર્યો હતો. હવે ટ્રુડો સરકાર 2025 માં તેને વધુ 10% ઘટાડવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચોઃ Increase in DA: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો થયો વધારો- વાંચો વિગત