Somnath Volvo Bus

Somnath Volvo Bus: શ્રાવણમાં દર સોમવારે એસટી વોલ્વો બસ સોમનાથ દર્શન માટે ઉપડશે , જાણો ટૂર પેકેજ વિશે તમામ વિગત

અમદાવાદ, 10 જુલાઇઃ Somnath Volvo Bus: 25 જુલાઇથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે, ત્યારે જીએસઆરટીસી દ્વારા શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો માટે વિશેષ એસી વોલ્વો બસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બસ સેવાનો લાભ શ્રાવણ મહિનાના દર સોમવારે લઇ શકાશે. એટલે આગામી 14,21,28 જુલાઇ અને 4,11,18 ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવશે. ગુજરાત એસટી વિભાગે આ એસી વોલ્વો બસ સેવા અમદાવાદના રાણીપ બસ સ્ટેશથી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Smriti Irani: ક્યોકિં સિઝનની જાહેરાત બાદ સ્મૃતિ ઇરાની રાજકારણ છોડશે કે નહીં? તેના વિશે કરી સ્પષ્ટતા- જુઓ તુલસી વિરાનીનો નવો લુક

આ બસ શ્રાવણના દર સોમવારે વહેલી સવારે 6:00 વાગે રાણીપ બસ સ્ટેશન (અમદાવાદ)થી ઉપડશે જે સાંજે 4:00 વાગે સોમનાથ પહોંચશે. બીજા દિવસે સવારે સોમનાથથી 9:30 વાગે ઉપડશે અને રાત્રે 10:30 વાગે રાણીપ (અમદાવાદ) પહોંચશે. આ બસનું ભાડું પ્રતિ વ્યક્તિ (જવા-આવવાનું) 4000 રૂપિયા રહેશે, જ્યારે બે વ્યક્તિ માટે 7,050 રહેશે. જેમાં અલ્પાહાર અને બે ટાઇમનું ભોજન, હોટલમાં રાત્રિ રોકાણ, ગાઇડ, સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિર દર્શનનો સમાવેશ રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ બસ સેવા અને ટુર પેકેજ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શ્રદ્ધાળુઓ આરામદાયક અને સુવિધાજનક રીતે મુસાફરીનો આનંદ માણી શકે અને સોમનાથ દાદાના દર્શન કરી શકે.

આ પણ વાંચોઃ Bridge collapse Update: વડોદરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્