અમદાવાદ, 17 જૂન: Heavy Rainfall: ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે ફરી એક વાર આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 17, 2025
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો આગામી 36 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર માટે અતિભારે સાબિત થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આ 36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.
ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે. કાચા મકાનોમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરુરત છે. ખેતરોમાં પાક ધોવાઈ જવાની અને ખાતર નિષ્ફળ જવાની શક્યતા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 17, 2025
નોંધનીય છે કે, 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ પવનની ગતિ 25થી 35 કિમી પ્રતિકલાક રહે તેવું અનુમાન છે.અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા રહેલી છે. 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ લો પ્રેશર બની શકે છે. આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

