Hina Khan Wedding

Hina Khan wedding: એક્ટ્રેસ હિના ખાને પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે કર્યા લગ્ન- જુઓ ફોટોઝ

મનોરંજન ડેસ્ક, 05 જૂનઃ Hina Khan wedding: ટીવી અભિનેત્રી હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે, આ લગ્ન ગુપ્ત રીતે થયા હતા. આ સમારંભમાં ફક્ત ખૂબ જ નજીકના લોકો જ હાજરી આપી શક્યા હતા.

અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. સ્તન કેન્સર સામે ઝઝૂમી રહેલી આ અભિનેત્રીએ કોર્ટ મેરેજ કર્યા છે. તમને જણાવી દઈએ કે, જ્યારે તે આ પીડામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે રોકીએ તેનો ખૂબ સાથ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં તે હિનાના પગની માલિશ કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ Credit Card: પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, વાંચો નવા ફેરફાર વિશે…

હિના ખાને આ પ્રસંગે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલી ઓપલ ગ્રીન રંગની સાડી પહેરી હતી. હિના ખાન રોકી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. બન્ને ઘણા વર્ષો પહેલા એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. ધીમે-ધીમે તેમની મિત્રતા વધતી ગઈ અને પછી બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો.

રોકી જયસ્વાલ ઘણીવાર હિના ખાન સાથેના તેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે અને ફેન્સને તેમની જોડી પસંદ છે. તેઓ તેમને પતિ-પત્ની તરીકે પણ જોવા માંગતા હતા. હિના ખાને તેના સાડીના પલ્લુ પર તેના પતિ રોકીનું નામ લખાવ્યું હતું.

અભિનેત્રીએ તેનો ફોટો શેર કરીને લખ્યું કે, અમે બે અલગ-અલગ દુનિયામાંથી પ્યારની એક દુનિયા બનાવી. હિનાએ લખ્યું કે, હવે અમે હંમેશા માટે એક થઈ ગયા છીએ. અમારું મિલન અને પ્યાર કાયદામાં સીલ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ BCCI Action: બેંગલુરુમાં વિક્ટરી પરેડ દરમિયાન નાસભાગની દુર્ઘટના બાદ BCCI એક્શન મોડમાં- વાંચો શું છે મામલો?