Vinay Singh Solanki

Vinay sinh solanki: મહેસાણાનો આ છોકરો બનશે ગુજરાતનો ઉભરતો ક્રિકેટ સ્ટાર, જાણો કોણ છે વિનયસિંહ સોલંકી?

મહેસાણા, 02 જૂનઃ Vinay sinh solanki: આપણે રોહિત, કોહલી અને ગીલની ચર્ચા તો કરીએ છીએ પણ તમે માનશો નહીં પણ મહેસાણાના એક નાનકડા ગામના 14 વર્ષના વિનયસિંહ સોલંકીએ એ કરી દેખાડ્યું છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તાજેતરમાં મહેસાણાના એફએસસી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી અંડર-14 ઈન્ટર ક્લબ વન ડે ટુર્નામેન્ટમાં વિનયસિંહ સોલંકીએ 158 બોલમાં ત્રેવડી સદી ફટકારી છે. જેમાં 11 સિક્સ અને 47 ચોગ્ગા છે.

વનડાઉનમાં ઉતરેલા વિનયસિંહે મેદાનમાં એવો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો છે કે સામેની ટીમ હતપ્રભ બની ગઈ હતી અને 70 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં વિનયસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ લીગ મેચમાં મહેસાણાની ટીમે વનડેમાં 482 રન ફટકાર્યા હતા જેમાં વિનયસિંહ સોલંકીના 301 રન છે. મહેસાણા તાલુકાના નાનકડા ગામ હેબુવાનું આ દીકરાએ નામ રોશન કરી દીધું છે.

આ પણ વાંચોઃ New Rules in Cricket: 1 જૂનથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, ICCએ આપી મંજૂરી- વાંચો વિગત

પિતા મહેશસિંહ સોલંકીને પણ પહેલાંથી ક્રિકેટમાં રસ હોવાથી એમને દીકરાને પણ ક્રિકેટમાં આગળ વધાર્યો હવે દીકરો પિતાનું નામ આગળ વધારી રહ્યો છે. મહેસાણામાં અંડર-14માં રમનારો વિનય બરોડા તરફથી પણ અંડર-14 અને અંડર 19માં રમી ચૂક્યો છે. મહેસાણાની અંડર 14ના કેપ્ટન વિનયસિંહે એ સાબિત કરી દીધું છે કે સપનાં જોવાનો દરેકને હક છે.

હાલમાં મહેસાણા અને બરોડામાં બોલરોના છોતરા કાઢી નાખતો વિનયસિંહ સોલંકી ભવિષ્યનો ગુજરાતનો ઉભરતો ક્રિકેટ સ્ટાર છે. જે પોતાની બેટીંગની પ્રતિભાથી એ સાબિત કરી રહ્યો છે કે તેને કોઈ રોકી શકે એમ નથી.

આ પણ વાંચોઃ Airtel OTT Plan: Netflix, JioHotstar, Zee5 માટે અલગથી નહીં કરાવવું પડે રિચાર્જ, જાણી લો આ નવા પ્લાન વિશે