PF Withdraw From ATM

EPFO ​​3.0: ટૂંકાગાળામાં લોન્ચ થશે EPFO 3.0, PF સંબંધિત 5 નિયમો બદલાશે- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 29 મેઃ EPFO ​​3.0: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક જ સમયમાં પોતાનું નવું પ્લેટફોર્મ EPFO ​​​3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO ​​​3.0 પાસે એક મજબૂત IT પ્લેટફોર્મ હશે, જેનો ઉદ્દેશ્ય ખાતાધારકોની બેંક જેવી સેવાઓ સુલભ બનાવવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ગત મહિને કહ્યું હતું કે, આ નવી વ્યવસ્થા મે થી જૂન 2025 વચ્ચે ચાલુ થઈ જશે.

મંત્રીએ કહ્યું હતું કે, EPFO ​​​3.0 એક વિશ્વસનીય પ્લેટફોર્મ હશે, જે 9 કરોડથી વધુ ગ્રાહકોને કોઈપણ મુશ્કેલી વિના ઘણી નવી સુવિધાઓ આપશે. જેમ કે તમારા ક્લેમનું ઓટોમેશન સેટલમેન્ટ, ડિજિટલ રીતે ભૂલો સુધારવી અને સૌથી મહત્ત્તવપૂર્ણ ATM માંથી પૈસા ઉપાડવાની સુવિધા. સૌથી મોટો ફાયદો એ થશે કે હવે સભ્યો બેંક ખાતાની જેમ ATMમાંથી EPFના પૈસા ઉપાડી શકશે.

આ પણ વાંચોઃ Gujarat Weather Forecast: ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો IMDનો રિપોર્ટ

PF સંબંધિત 5 નિયમો બદલાશે
1. PF ઉપાડની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી બનશે: હવે ક્લેમનું આપમેળે સેટલમેન્ટ થઈ જશે, મેન્યુઅલ કામની જરૂર નહીં પડશે.
2. ATM : ક્લેમ મંજૂર થતાંની સાથે જ, તમે બેંક ખાતાની જેમ જ ATMમાંથી તમારા પૈસા ઉપાડી શકશો.
3. ડિજિટલ કરેક્શન: તમે તમારા ઘરે બેઠા તમારા ખાતાની વિગતો ઓનલાઈન સુધારી શકો છો, જેનાથી ફોર્મ ભરવાની ઝંઝટ દૂર થઈ જશે.
4. સામાજિક સુરક્ષા યોજનાઓનું એકીકરણ: EPFO ​​હવે અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના જેવી અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓને તેની સિસ્ટમમાં એકીકૃત કરવાનું વિચારી રહ્યું છે જેથી અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને પણ પેન્શન અને સુરક્ષાના વધુ સારા લાભ મળી શકે.
5. OTP આધારિત ચકાસણી: લાંબા ફોર્મને બદલે તમે હવે OTPનો ઉપયોગ કરીને ઝડપી અને સુરક્ષિત ફેરફારો કરી શકો છો.

ESIC આરોગ્ય સેવાઓ:
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) પણ પોતાની સેવાઓને અપગ્રેડ કરી રહ્યું છે. ટૂંક સમયમાં ESIC લાભાર્થીઓ આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારી, ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ ઉઠાવી શકશે. હાલમાં ESIC 165 હોસ્પિટલો દ્વારા 18 કરોડ લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

આ પણ વાંચોઃ Civil Defense Mock Drill: આજે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ- વાંચો વિગત