Glacier Collapse Switzerland

Glacier Collapse: સ્વીઝરલેન્ડમાં ભયાનક હિમસ્ખલન, ગ્લેશિયરનો મોટો ભાગ ખીણમાં પડતો હોવાના દ્રશ્ય સામે આવ્યા – જુઓ વીડિયો

અહેવાલઃ સમીર શુક્લ

વર્લ્ડ ન્યુઝ, 29 મેઃ Glacier Collapse : ગ્લેશિયરનો મોટો ભાગ સ્વિસ ગામ બ્લેટન પર પડતા 90 ટકા ગામ નાશ પામ્યું છે. જોકે બિર્ચ ગ્લેશિયર તૂટી રહ્યું હોવાની આશંકાથી થોડા દિવસો પહેલા ગામ ખાલી કરાવવામાં આવ્યું હતું, પરંતુ એક વ્યક્તિ ગુમ છે, અને ઘણા ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. 330 મકાનોની વસ્તી ધરાવતું ગામ આખેઆખું ખાલી થઈ ગયું છે કારણ કે મોટા ભાગના ઘર તૂટી ગયા છે.

બ્લેટનના મેયર મેથિયાસ બેલવાલ્ડે કહ્યું કે આ એક “અકલ્પનીય ઘટના બની છે” પરંતુ તેમણે વચન આપ્યું કે ગામનું ભવિષ્ય હજુ પણ છે. , ગામને ફરીથી ઊભું કરવામાં આવશે.

આ પણ વાંચોઃ EPFO ​​3.0: ટૂંકાગાળામાં લોન્ચ થશે EPFO 3.0, PF સંબંધિત 5 નિયમો બદલાશે- વાંચો વિગત

સ્થાનિક અધિકારીઓએ સ્વિસ આર્મીના આપત્તિ રાહત એકમ પાસેથી મદદની વિનંતી કરી છે અને સ્વિસ સરકારના સભ્યો ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Forecast: ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો IMDનો રિપોર્ટ

સ્વિસ પર્વતમાળા પર ગ્લેશિયરમાંથી ખડકો અને બરફનો મોટો જથ્થો પડ્યો, જેના કારણે ધૂળના ઢગલા આકાશ તરફ ફેલાઈ ગયા અને આલ્પાઇન ગામ લગભગ આખા વિસ્તારમાં કાદવ છવાઈ ગયો, જેને અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં સાવચેતી રૂપે ખાલી કરાવ્યું હતું.

સોશિયલ મીડિયા અને સ્વિસ ટીવી પરના વીડિયોમાં દક્ષિણ લોટશેન્ટલ ખીણમાં બ્લેટન નજીક ભૂરા રંગના કાદવના ઢગલા હેઠળ ઘરો અને ઇમારતો આંશિક રીતે ડૂબી ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પ્રાદેશિક પોલીસે જણાવ્યું હતું કે 64 વર્ષીય વ્યક્તિ ગુમ છે, અને થર્મલ કેમેરા સાથે ડ્રોનનો ઉપયોગ કરીને શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Dron કેમેરાથી લેવાયેલી તસવીરો થી જોવા મળી રહ્યું છે કે ગામનો લગભગ 90% ભાગ ઢંકાઈ ગયો છે અથવા નાશ પામ્યો છે, તેથી બ્લેટનમાં આ એક મોટી આપત્તિ છે.

                                                                                             – samnews18@gmail.com

Sameer Shukla
સમીર શુક્લ જાણીતા વરિષ્ઠ પત્રકાર છે, છેલ્લા અઢી દાયકાનો તેમનો પત્રકારત્વનો અનુભવ છે. તેઓ હાલ અમેરિકાના ન્યુ-જર્સી રાજ્યમાં રહે છે.