બિઝનેસ ડેસ્ક, 05 મેઃ Gautam Adani: અમેરિકાની કોર્ટમાં લાંચના કેસનો સામનો કરી રહેલા ગૌતમ અદાણીની ટીમે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્ર્મ્પ સરકાર સાથે ખાસ મુલાકાત કરી છે. આ બેઠકમાં, ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના અધિકારીઓ અને ગૌતમ અદાણીની ટીમ વચ્ચે આ કેસની લઈને લાંબી ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.
બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ, ગૌતમ અદાણીની ટીમે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના અધિકારીઓને, અદાણી સામે લાગેલા ફોજદારી આરોપને દૂર કરવા અપીલ કરી છે. આ અપીલ લાંચના કેસમાં તેમની સામે ચાલી રહેલી તપાસને લઈને કરવામાં આવી છે.
આ બેઠક દરમિયાન, ગૌતમ અદાણીની ટીમે એવો મુદ્દો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે કે, આ લાંચ કેસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતા સાથે મેળ ખાતો નથી. આવી સ્થિતિમાં, આ મામલા પર પુનર્વિચાર કરવો જોઈએ.
Gautam Adani’s team meets Trump officials in bid to close US bribery case: Report pic.twitter.com/CAvH4jN5UK
— Mahua Moitra Fans (@MahuaMoitraFans) May 5, 2025
આ પણ વાંચોઃ 7 New judges: ગુજરાત હાઈકોર્ટના 7 નવા જજનો શપથગ્રહણ સમારોહ યોજાયો, વાંચો નવા જજની યાદી
ગૌતમ અદાણીના લાંચ કેસ અંગેની વાતચીત આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ હતી. પરંતુ તાજેતરના અઠવાડિયામાં તેને વેગ મળ્યો છે. જો આ મુદ્દે વાતચીત એ જ ગતિએ ચાલુ રહેશે, તો આગામી થોડા મહિનામાં આ મામલે મોટો નિર્ણય આવી શકે છે. ગૌતમ અદાણીને પણ ક્લીનચીટ મળી શકે છે.
જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે, યુએસ રાષ્ટ્રપતિની જવાબદારી સંભાળતાની સાથે જ ગૌતમ અદાણીને આ કેસમાં રાહત મળવાની આશા વધી ગઈ હતી. નવેમ્બર 2024માં, યુએસ તપાસ એજન્સીઓએ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે લાંચનો આ કેસ નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેની તેમની તપાસમાં અમેરિકન તપાસ એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે. બંનેએ ભારતીય કંપની (અદાણી ગ્રુપ) ને પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ મળે તે માટે ભારતમાં અધિકારીઓને કરોડોની લાંચ આપી હતી. આ કરારોના આધારે, અદાણી ગ્રુપે કથિત રીતે અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા અને પૈસા એકઠા કર્યા. આ કેસમાં, યુએસ માર્કેટ રેગ્યુલેટરે ગૌતમ અદાણી અને સાગર અદાણીને પણ સમન્સ પાઠવ્યા હતા.

