Gujarat High Court

7 New judges: ગુજરાત હાઈકોર્ટના 7 નવા જજનો શપથગ્રહણ સમારોહ યોજાયો, વાંચો નવા જજની યાદી

અમદાવાદ, 05 મેઃ 7 New judges: ગુજરાત હાઇકોર્ટને મળેલા 7 નવા જસ્ટિસનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે 7 ન્યાયિક અધિકારીઓને ન્યાયાધીશના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ સમારોહમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ GSEB 12th Board Result: આજે ધોરણ 12 નુ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વડોદરામાં સૌથી ઓછુ પરિણામ- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી. અગાઉ હાઇકોર્ટમાં 31 જસ્ટિસ હતા, પરંતુ હવે 7 નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને 38 થઈ ગઈ છે.

7 નવા જજની યાદી
1. લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા
2. રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી
3. જયેશ લાખણશીભાઈ ઓડેદરા
4. પ્રણવ મહેશભાઈ રાવલ
5. મૂળચંદ ત્યાગી
6. દીપક મનસુખલાલ વ્યાસ
7. ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ

આ પણ વાંચોઃ Nirmala kapoor passes away: અનિલ કપૂરની માતા નિર્મલા કપૂરનું 90 વર્ષે નિધન, લાંબા સમયથી હતા બીમાર