અમદાવાદ, 05 મેઃ GSEB 12th Board Result: ગુજરાત શિક્ષણ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમા સામાન્ય પ્રવાહમાં ફરી એકવાર દીકરીઓએ તેમની જળહળતી સફળતાનો પરિચય આવતા દીકરાઓને પાછળ છોડી મેદાન માર્યુ છે.
સામાન્ય પ્રવાહનું કૂલ 93.07 ટકા પરિણામ નોંધાયુ છે. જેમા ગુજરાતી માધ્યમનું 93.07% પરિણામ છે જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓનું 93.97 ટકા પરિણામ નોંધાયુ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય પ્રવાહમાં છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ ઉંચુ રહ્યુ છે. આ વર્ષે 95.23 ટકા દીકરીઓ ઉતીર્ણ થઈ છે જ્યારે 90.78 છોકરાઓ ઉતીર્ણ થયા છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% જાહેર કરાયું
સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07% જાહેર કરાયું #GujaratBoardResults #gujarat pic.twitter.com/OhZ9vLL7Sk
— DD News Gujarati (@DDNewsGujarati) May 5, 2025
સામાન્ય પ્રવાહમાં કૂલ 6 કેન્દ્રોનું 100 ટકા પરિણામ નોંધાયુ છે. સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાા, લીમ્બોદ્રા અને મીઠાપુર કેન્દ્રનું 100 % પરિણામ નોંધાયુ છે. ખાવડા કેન્દ્રનું સૌથી ઓછુ 52.56 ટકા પરિણામ નોંધાયુ છે. જિલ્લાવાર વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠામાં 97.20 ટકા પરિણામ નોંધાયુ છે. જ્યારે વડોદરામાં સૌથી ઓછુ 87.77 ટકા પરિણામ છે. રાજ્યમાં 2 હજાર 2 શાળાઓ એવી છ જેનુ સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ નોંધાયુ છે.
આ પણ વાંચોઃ Nirmala kapoor passes away: અનિલ કપૂરની માતા નિર્મલા કપૂરનું 90 વર્ષે નિધન, લાંબા સમયથી હતા બીમાર
આ તરફ વિજ્ઞાનપ્રવાહની જો વાત કરીએ તો ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ આવ્યુ છે. જે ગત વર્ષની સરખામણીએ 1% વધુ છે. માધ્યમ મુજબ રિઝલ્ટની વાત કરીએ તો ગુજરાતી મીડિયમનું 83.77% પરિણામ છે. જ્યારે અંગ્રેજી મીડિયમનું 83.49% પરિણામ છે. વિજ્ઞાનપ્રવાહમાં આ વખતે છોકરાઓએ બાજી મારી છે. છોકરાઓનું પરિણામ 83.79% આવ્યુ છે જ્યારે છોકરીઓનું પરિણામ 83.20 % આવ્યુ છે. જો કે દીકરીઓ પણ દીકરાઓ કરતા બહુ પાછળ નથી માત્ર 49 પોઈન્ટનો જ વધારો છે.
ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાના આજે જાહેર થયેલ પરિણામોમાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
આવનાર સમયમાં આપ સૌ ઉજ્જવળ કારકિર્દી ઘડો.. પોતાના પરિવાર,…
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 5, 2025
વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ ગોંડલ કેન્દ્રનું 96.60 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ દાહોદ કેન્દ્રનું 54.48 ટકા પરિણામ નોંધાયું છે. સૌથી વધુ મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 59.15 ટકા પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી 194 શાળા છે. 831 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 8 હજાર 983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.
આ પણ વાંચોઃ Wether Update: વીજળીના કડાકા અને કરા સાથે ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, વાંચો વિગત

