નવી દિલ્હી, 18 એપ્રિલઃ Pakistan Army General: પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે તાજેતરમાં કાશ્મીર અને ભારતના સંબંધમા નિવેદન આપ્યુ છે. તેમણે ઓવરસીજ લોકો માટે આયોજીત કરેલ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે કાશ્મીર ઈસ્લામાબાદની ગળાની નસ હતી અને રહેશે. તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે પાકિસ્તાન આ મુદ્દાને ક્યારેય નહી ભૂલે અને કાશ્મીરના લોકોનુ સમર્થન કરતુ રહેશે.
જનરલ મુનીરે કહ્યું કે પાકિસ્તાન અને ભારત બે અલગ અલગ રાષ્ટ્રો છે. આ તફાવત ફક્ત ધર્મમાં જ નહીં, પરંતુ રિવાજો, સંસ્કૃતિ, વિચારસરણી અને મહત્વાકાંક્ષાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે. મુનીરે 1947 ના ભાગલા પાછળના બે રાષ્ટ્ર સિદ્ધાંતનુ સમર્થન કર્યુ હતુ. તેમણે કહ્યું કે પાકિસ્તાનની રચના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પર આધારિત હતી અને ભવિષ્યમાં પણ આ જ વિચાર ચાલુ રહેશે.
Pakistani army chief reiterates Pakistan’s reason for being. Pakistan army motto even as the generals sip whisky is – Iman, Taqwa, Jihad fi Sabilillah.
Paki COAS rightly said “our ambitions are different” – Their ambitious project created a Terrorist State. Where a general… pic.twitter.com/Ea16TQoBni
— Yusuf Unjhawala 🇮🇳 (@YusufDFI) April 18, 2025
જનરલ મુનીરે માત્ર કાશ્મીર પર જ નહીં પરંતુ બલુચિસ્તાન પર પણ પાકિસ્તાનના મજબૂત વલણ વિશે વાત કરી. તેમણે કહ્યું કે અલગતાવાદી દળો ગમે તેટલી કોશિશ કરે, તેઓ પાકિસ્તાનની ક્ષેત્રીય અખંડિતતાને નુકસાન પહોંચાડી નથી શકતી. ભારતની 13 લાખની સેના પાકિસ્તાનને ડરાવી શકી નથી તો થોડા આતંકવાદીઓ પણ તેમનું ભાગ્ય બદલી શકતા નથી. તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાન આંતરિક અસ્થિરતા, આર્થિક દબાણ અને વૈશ્વિક રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યું છે.
In his recent address, Pakistan’s Army Chief, General Asim Munir, unequivocally emphasized the deep-rooted ideological divide between India and Pakistan. He asserted that the two nations are fundamentally distinct, stating that their religions, customs, traditions, thoughts, and…
— Himanta Biswa Sarma (@himantabiswa) April 17, 2025

