Twitching Of Body Parts Spiritual Meaning

Twitching Of Body Parts Spiritual Meaning: શરીરનાં આ અંગનું ફરકવું હોય છે ધન લાભ થવાનો સંકેત

જ્યોતિષ ડેસ્ક, 08 એપ્રિલઃ Twitching Of Body Parts Spiritual Meaning: શરીરનાં આ ભાગ ફરકવા શુકન અને અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે અચાનક શરીરનો કોઇ ભાગ ફરકવા લાગે તો ભવિષ્યમાં કોઇ શુભ અથવા અશુભ ઘટના બનવાની હોય છે. શરીરનાં કયા અંગ ફરકવાથી કયા સંકેત સાથે જોડાયેલા છે, તેના વિશે જાણીએ..

  • જો શરીરનો ડાબો ભાગ અચાનક ફરકવા લાગે તો કોઈ દુઃખદ ઘટના થવાની સંભાવના હોય છે. વળી શરીરનો જમણો ભાગ ફરકવાથી કોઈ શુભ સમાચાર મળવાના સંકેત હોય છે.
  • માથા ઉપર હલન ચલન કોઈ ખુશી આવવા સાથે જોડાયેલો સંકેત માનવામાં આવે છે. એટલા માટે અચાનકથી જો તમારા માથા ઉપર હલચલ થવા લાગે તો સમજી જવું કે જીવનમાં કંઈક સારું થવાનું છે. વળી જો કોઇ મહિલાનુ માથું ફરકવા લાગે તો સંપત્તિ લાભ થાય છે.
  • કાનની આસપાસ હલચલ થવી ધનલાભ મળવાની તરફ ઇશારો કરે છે. કાન ફરકવાથી સમજી જવું કે તમને આવનાર સમયમાં ધન મળવાનું છે. તે સિવાય વ્યાપારમાં લાભ થવાના સંકેત(Twitching Of Body Parts Spiritual Meaning) પણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ America Iran Meeting: અમેરિકા કરશે ઈરાન સાથે હાઈ લેવલ બેઠક, મીટીંગ પહેલા અમેરિકાએ કઈ બાબતની ઈરાનને આપી ચેતવણી ?

  • આંખ ફરકવી શુભ સંકેત અને ખરાબ સંકેત સાથે જોડાયેલ છે. જો જમણી આંખ ફરકે તો કોઈ અશુભ સમાચાર મળવાના છે તેઓ ઈશારો હોય છે. જ્યારે ડાબી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે અને એવું થવાથી અચાનક ધનલાભ મળે છે અથવા મનની ઇચ્છા પૂરી થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ તમારી ડાબી આંખ ફરકે તો તમારા મનમાં કોઈ સારી ઈચ્છા બોલવી. એવું કરવાથી ઈચ્છા પૂરી થઈ જાય છે. આંખની પાસેનો ભાગ જો સતત ફરકે તો કોઈ સગા સંબંધી અથવા મિત્રોને મળવાના સંકેત હોય છે.
  • હાથનું ફરકવું કાર્યમાં સફળતા મળવાનો સંકેત માનવામાં આવે છે. તે સિવાય કારકિર્દીમાં પ્રગતિ થવા તરફ ઇશારો કરે છે.
  • હોઠમાં હલચલ થવાથી કોઈની સાથે લડાઈ અથવા વિવાદ થવા તરફ ઇશારો કરે છે.
  • પગમાં હલચલ થવાથી સમજી જવું કે તમારે અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે અથવા કોઈ નવા સ્થાન પર જવાનું થઈ શકે છે.
  • આંગળીઓ ફરકવાથી ધનહાનિ થવાનો સંકેત હોય છે, એટલા માટે જ્યારે પણ તમારી આંગળીઓ ફરકે તો સમજી લેવું કે તમને ધનનુ નુકસાન થવાનું છે.

આ પણ વાંચોઃ Pawan Kalyans Son: શાળામાં આગ લાગતાં આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણનો પુત્ર થયો ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ- વાંચો વિગત

  • જો કોઇ મહિલાની નાભિ ફરકે તો તે શરીર નુકસાન પહોંચાડવાનો સંકેત મળે છે.

ઉપર જણાવવામાં આવેલ સંકેતો(Twitching Of Body Parts Spiritual Meaning)ને તમે નજરઅંદાજ ન કરો. જો તમારા શરીરનો કોઈ એવા હિસ્સો ફરકે જે જીવનમાં કંઈક અશુભ થવા તરફ ઈશારો કરતો હોય છે, તો તમે નીચે જણાવેલા ઉપાયો કરી શકો છો. આ ઉપાય કરવાથી નુકસાન નથી થતું.

  • હનુમાનજીનાં નામનો જાપ ૧૦૮ વખત કરો. આવું કરવાથી થનાર નુકસાન ટળી જાય છે.
  • દુર્ગા માં નાં પાઠ વાંચો. પાઠ વાંચવાથી માં તમારી રક્ષા કરે છે અને તમને નુકસાનથી બચાવે છે.
  • મંદિરમાં જઈ એક તેલનો દીવો કરો. આ ઉપાય કરવાથી કોઈપણ ખરાબ ઘટના નથી બનતી.

આ પણ વાંચોઃ Weather Update: ગુજરાતમાં હિટવેવ રેડ એલર્ટ જાહેર, રાજ્યના 9 જિલ્લામાં પારો 41 ડિગ્રીને પાર થયો- વાંચો સંપૂર્ણ વિગત

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.