નવી દિલ્હી, 08 એપ્રિલઃ Pawan Kalyans Son: આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી અને જન સેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપોરમાં એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના બાદ તેને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પવન કલ્યાણ હાલ આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુના જિલ્લાની મુલાકાતે છે. તેમણે પોતાના નક્કી કરેલા કાર્યક્રમોને પૂર્ણ કર્યા બાદ સિંગાપોર જવાનો નિર્ણય લીધો છે. જન સેના પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘પવન કલ્યાણે કાલે અરાકૂ પાસે કુરિડી ગામના આદિવાસીઓને મળવાનું વચન આપ્યું હતું. પહેલા તે ત્યાં જઈને તેમને મળીને તેમની સમસ્યા વિશે સાંભળશે.’
BREAKING: Pawan Kalyan’s younger son, Mark Shankar Pawanovich, was injured in a fire incident at school.
He’s receiving treatment for minor injuries and smoke inhalation.
Wishing him a quick and full recovery#PawanKalyan #MarkShankarPawanovich pic.twitter.com/0GFHt9GGBV
— Whynot Cinemas (@whynotcinemass_) April 8, 2025
પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક વિકાસ યોજના શરૂ કરવાની છે. તેથી તે મુલાકાત ખતમ કર્યા બાદ સિંગાપોર જશે. જન સેના પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવવામાં આવ્યું કે, શંકરને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. સારી વાત એ છે કે, હાલ તેની સ્થિતિ સ્થિર છે.
જણાવી દઈએ કે, માર્ક શંકરનો જન્મ 10 ઓક્ટોબર, 2017માં થયો હતો. તે ફક્ત 8 વર્ષનો છે અને સિંગાપોરમાં અભ્યાસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો શંકર જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

