અમદાવાદ, 25 ફેબ્રુઆરીઃ Accident : રાજકોટના માલીયાસણ નજીક ગોજારો અકસ્માત થયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર છે કે, ટ્રકની અડફેટે ચડતા રિક્ષાનો છૂંદો વળી ગયો છે. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે.
અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો રિક્ષાની અંદર ફસાઈ ગયા છે. હાલ બંને લોકોને બચાવવા માટે પૂરજોશમાં બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા પણ બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

