બોલિવુડ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ Govinda-Sunita Divorce: બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા 37 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા અંગેના અહેવાલો વહેતા થયા છે. જોકે, જ્યારે ગોવિંદા અને સુનિતાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ગોવિંદાની ભાણી આરતી સિંહે ચોક્કસપણે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
ગોવિંદાની ભાણી આરતી સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘સાચું કહું તો, હું હાલમાં મુંબઈમાં નથી, તેથી મેં હજી સુધી આ વિશે કોઈ સાથે વાત કરી નથી, પરંતુ હું તમને એક વાત કહી દઉં કે, આ સમાચાર ખોટા છે. આ માત્ર એક અફવા છે. તેઓ વર્ષોથી મજબૂત અને પ્રેમાળ સંબંધ બાંધ્યો છે, તો પછી તેઓ કેવી રીતે છૂટાછેડા લઈ શકે? મને ખબર નથી કે લોકો આવી અફવાઓ ક્યાંથી મેળવે છે. થોડા સમય પહેલા મારા છૂટાછેડાના સમાચાર પણ કોઈ કારણ વગર ફેલાઈ ગયા હતા. આવી પાયાવિહોણી વાતો છે.’
Govinda and Sunita Ahuja Headed for Divorce After 37 Years of Marriage !
Govinda’s alleged relationship with a 30-year-old Marathi actress could be a contributing factor to their separation.
Bollywood being Bollywood. pic.twitter.com/pwQCDTBXIg
— The Jaipur Dialogues (@JaipurDialogues) February 25, 2025
ઉલ્લેખનીય છે કે, ગોવિંદાની પત્ની સુનીતા પોતાના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. થોડા સમય પહેલાં જ્યારે ગોવિંદાને ગોળી વાગી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, સુનિતા તેની સાથે નથી રહેતી. ત્યારથી બંનેના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યુ હતું.
સુનિતાએ પણ પોતાના ઘણાં ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે, ગોવિંદાનું અફેર છે. તે તેમના ફ્લેટની સામે આવેલા બંગલૉમાં રહે છે કારણકે, બંનેનું શિડ્યુલ મેળ ખાઈ રહ્યું નથી. સોશિયલ મીડિયા પર લગ્નજીવનના આ તબક્કામાં છૂટાછેડાની વાતોએ યુઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી છે.

