મનોરંજન ડેસ્ક, 22 ફેબ્રુઆરીઃ FIR Against Farah Khan: બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં જ તેની ઉપર હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ હવે તેની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તેની સામે FIR નોંધાઈ છે.
यही है वह फराह खान का दिया गया होली पर घृणित बयान , ये खुद छपरी गिरी करती रहती है , और हिंदुओ के त्यौहार को टारगेट करती है Hinduphobia से ग्रसित है
हिन्दुस्तानी भाऊ ने #FarahKhan के खिलाफ FIR लिखवा दी है ✓
Summit 2025 #OurEducationOurRight #ENGvsAUS Alex Carey #ENGvsAUS… pic.twitter.com/ErlbFfu8Wx
— Ramesh Tiwari (@rameshofficial0) February 22, 2025
આ ફરિયાદ હિન્દુસ્તાની ભાઉના નામથી ફેમસ વિકાસ પાઠકે પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા નોંધાવી છે. ફરાહ ખાન પર આરોપ છે કે, તેણે હોળી માટે એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આ મામલે મુંબઈના ખાસ પોલીસ સ્ટેશનમાં 21 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ ટેલિવિઝન શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ના એક એપિસોડ દરમિયાન શરૂ થયો હતો.
શો નો આ એપિસોડ 20 ફેબ્રુઆરીના રોજ ટેલીકાસ્ટ થયો હતો. આ શો માં ફરાહ ખાન જજની ભૂમિકા નિભાવી રહી હતી. ફરાહ ખાને સેલિબ્રિટી માસ્ટરશેફ શો માં વિવાદસ્પદ કોમેન્ટ કરતા કહ્યું કે, ‘હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર છે.’ હવે તેની આ કોમેન્ટથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તેને ખૂબ ટ્રોલ કરી. હિન્દુસ્તાની ભાઉનું કહેવું છે કે, આ કોમેન્ટ ન માત્ર મારા વ્યક્તિગત ધાર્મિક વિશ્વાસને ઠેસ પહોંચાડનારી હતી, પરંતુ તે સમગ્ર હિંદુ સમાજ માટે પણ અપમાનજનક હતી.
આ પણ વાંચોઃ Weather Update: ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં આવશે પલટો, વરસાદના એંધાણની સાથે ગરમીમાં પણ થશે વધારો

