સ્પોર્ટ્સ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ Chahal Dhanashree Divorce: ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલને લઈ છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાથી સામે આવી રહ્યા છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માને છૂટાછેડા માટે 60 કરોડ રુપિયા આપશે.
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલે છૂટાછેડાના બદલામાં ધનશ્રીને 60 કરોડ રૂપિયા ચૂકવવા પડી શકે છે.ચહલે ઈનસ્ટાગ્રામ પરથી ધનશ્રીના તમામ ફોટો ડિલીટ કરી નાંખ્યા છે. જેના કારણે બંન્નેના છૂટાછેડાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Surat Gang Rape Case: સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા, વાંચો વિગત
I just read that Yuzvendra Chahal has to pay around 60 crores as alimony to Dhanashree.
60 crores.
Dhanashree is a strong, empowered woman and is working herself.
What does she need alimony for?
— ︎ ︎venom (@venom1s) January 11, 2025
હવે ચહલ અને ધનશ્રીના છૂટાછેડાના સમાચાર છે, અહેવાલો છે કે છૂટાછેડા પછી ચહલ ધનશ્રીને 60 કરોડ રૂપિયા આપી શકે છે. પરંતુ, ચહલ અને ધનશ્રીના છૂટાછેડા થવા પાછળનું કારણ હજુ સુધી જાહેર થયું નથી.
ઉલ્લેખનીય છે કે, ચહલ અને ધનશ્રી વર્માએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા. બંન્નેએ પહેલી મુલાકાત બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જેનો ખુલાસો તેમણે એક શોમાં કર્યો હતો. પરંતુ ચહલ અને ધનશ્રીના લગ્ન 5 વર્ષથી વધારે લાંબા ચાલ્યા નહિ. આ વાત છૂટાછેડા સુધી પહોંચી છે.

