Weather Forecast

Weather forecast: ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો થશે અનુભવ- વાંચો વિગત

અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ Weather forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. ગરમ પવનો ફૂંકાવાની શરુઆત થતા તાપમાનમાં વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે થયું નિધન, છેલ્લા 31 વર્ષથી રામલ્લાની કરતા હતા પૂજા

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ Sehwag Arati Fight: છુટાછેટાની ખબરો વચ્ચે વિરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની વચ્ચે જબરદસ્ત લડાઈ, જાણો શું છે વાયરલ વીડિયોની હકીકત