નવી દિલ્હી, 12 ફેબ્રુઆરીઃ Acharya Satyendra Das: અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૩ ફેબ્રુઆરીના રોજ બ્રેઈન હેમરેજ થયા બાદ તેમને અયોધ્યાથી લખનૌ રિફર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, આચાર્ય સત્યેન્દ્ર દાસ 31 વર્ષથી રામ મંદિરની પૂજા કરે છે. ફેબ્રુઆરી 1992માં જ્યારે રામજન્મભૂમિ વિવાદિત સ્થળ હોવાને કારણે તેની જવાબદારી જિલ્લા પ્રશાસનને સોંપવામાં આવી, ત્યારે જૂના પૂજારી મહંત લાલદાસને હટાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
Uttar Pradesh CM Yogi Adityanath condoles the demise of Chief Priest of Ayodhya Ram temple, Acharya Satyendra Das.
The CM says “The demise of Acharya Shri Satyendra Kumar Das Ji Maharaj, the supreme devotee of Lord Ram and the chief priest of Shri Ram Janmabhoomi Temple, Shri… pic.twitter.com/H50i2UECxm
— ANI (@ANI) February 12, 2025
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આચાર્ય સત્યેન્દ્ર દાસજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ભાવુક પોસ્ટ ફોટો પણ પોસ્ટ કર્યો છે.
राम जन्मभूमि मंदिर के मुख्य पुजारी महंत सत्येंद्र दास जी के देहावसान से अत्यंत दुख हुआ है। धार्मिक अनुष्ठानों और शास्त्रों के ज्ञाता रहे महंत जी का पूरा जीवन भगवान श्री राम की सेवा में समर्पित रहा। देश के आध्यात्मिक और सामाजिक जीवन में उनके अमूल्य योगदान को हमेशा श्रद्धापूर्वक… pic.twitter.com/eWMVeZnRLQ
— Narendra Modi (@narendramodi) February 12, 2025
આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની નિમણૂક 1 માર્ચ 1992ના રોજ ભાજપના તત્કાલિન સાંસદ વિનય કટિયાર અને વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન વડા અશોક સિંઘલ સહિત કેટલાક નેતાઓની સંમતિથી કરવામાં આવી હતી.
આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યુ હતુ કે તેમણે 1975માં અયોધ્યાની સંસ્કૃત પાઠશાળામાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી.જે પછી 1976માં તેમણે અયોધ્યાની સંસ્કૃત કોલેજમાં વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મેળળી.
રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આચાર્ય સત્યેન્દ્ર દાસના અવસાનની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રસ્ટ માટે અને અયોધ્યાના લોકો માટે પણ એક મોટો આઘાત છે. તેમના પાર્થિવ દેહને અયોધ્યા લાવવામાં આવશે.

