નવી દિલ્હી, 03 ફેબ્રુઆરીઃ Kulgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કુલગામમાં આજે આતંકવાદીઓએ નિવૃત સૈનિકના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિવૃત સૈનિકનું મોત થઈ ગયું છે અને તેમની પત્ની અને પુત્રી ઘાયલ થયા છે. આ આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ ઘટના દક્ષિણ કાશ્મીરમાં કુલગામના બેહીગામ વિસ્તારમાં બની છે. આતંકવાદીઓએ નિવૃત સૈનિક મંજૂર અહેમદના પરિવાર પર આજે બપોરે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ ત્રણેયને શ્રીનગર હોલ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જ્યાં નિવૃત સૈનિકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી તરફ તેમની પત્ની અને પુત્રીની સારવાર ચાલી રહી છે.
Massive combing operation underway after retired Soldier killed, Wife & Daughter injured in Kulgam terror attack pic.twitter.com/H2sbNg5Gat
— KINS (News Agency) (@indepth_news) February 3, 2025
આ પણ વાંચોઃ Swara Bhaskar: આ પોસ્ટના કારણે અભિનેત્રી સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરાયુ, વાંચો વિગત
અધિકારીઓએ જણાવ્યું કે, નિવૃત સૈનિક લગભગ પાંચ વર્ષ પહેલા પ્રાદેશિક આર્મીમાંથી નિવૃત્ત થયા હતા અને આ વિસ્તારમાં પોતાનું અંગત કામ સંભાળી રહ્યા હતા.
30 જાન્યુઆરીના રોજ પણ આતંકવાદીઓએ કાશ્મીરના પૂંછમાં LoC દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને રોક્યા ત્યારે તેઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા.
આ પણ વાંચોઃ Budget 2025: PM મોદીએ બજેટ વિશે કરી વાત, કહ્યું- બચત, રોકાણ, વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે આ બજેટ

