બોલિવુડ ડેસ્ક, 01 ફેબ્રુઆરીઃ Swara Bhaskar: સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવાયું છે. તેણે રિપબ્લિક ડે તથા ગાંધી નિર્વાણ દિનને સાંકળીને એક પોસ્ટ કરી હતી. જેની સામે વાંધો લેવાતાં તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે.
View this post on Instagram
સ્વરાએ ઇન્સ્ટાગ્રામ પર તેને એક્સ દ્વારા મળેલી નોટિસના બે સ્ક્રીનશોટ્સ પોસ્ટ કર્યા છે. સ્વરાએ પોતે પોતાની પોસ્ટસનો બચાવ પણ કર્યો છે.
આ પણ વાંચોઃ Budget 2025: PM મોદીએ બજેટ વિશે કરી વાત, કહ્યું- બચત, રોકાણ, વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે આ બજેટ
गांधी हम शर्मिन्दा हैं ..
तेरे क़ातिल ज़िंदा हैं !!
30 january #gandhiji #gandhipunyatithi pic.twitter.com/4feJdhgHfP— Swara Bhasker (@ReallySwara) January 30, 2025
ઉલ્લેખનીય છે કે સ્વરા એક્સ પર સૌથી સક્રિય બોલીવૂડ કલાકારોમાંની એક છે. જોકે, તેની ડાબેરી વિચારધારાને કારણે તે અવારનવાર જમણેરી જૂથોનું નિશાન બનતી રહે છે. તેની આ બંને પોસ્ટસ સામે પણ જમણેરી જૂથોએ વાંધો લીધો હોવાનું મનાય છે.
આ પણ વાંચોઃ Budget 2025: નિર્મલા સીતારમણે 8મી વખત બજેટ રજૂ કર્યું, જાણો બજેટમાં શું સસ્તું અને શું મોંઘું ?

